Advertisement

બેશરમીની હદ પાર / શાળાના પ્રિન્સિપાલની એક ટિપ્પણીએ સર્જી દીધો મોટો હંગામો, શિક્ષક દિવસના રોજ મિલાવી શાળાની ઈજ્જત ધૂળમા…

06:37 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

હાલ રાજગઢ જિલ્લામાં શિક્ષક દિવસના એક દિવસ પહેલા એક શાળાના આચાર્યએ અશ્લીલતાની મર્યાદા ઓળંગીને વિદ્યાર્થિનીઓને કપડાં વિના આવવા અંગેનો ઠપકો આપ્યો. શાળાના આચાર્યના આ ઠપકાને લઈને આજે હોબાળો મચી ગયો છે અને શાળાની છોકરીઓએ જ આચાર્ય સામે મોરચો ખોલ્યો છે. પોલીસે હાલ આરોપી આચાર્ય સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પ્રિન્સિપાલ હજુ પણ ફરાર છે અને તેને પોલીસ પણ શોધી રહી છે.

શું છે આખી ઘટના ?

આ ઘટના જિલ્લાની મછલપુર હાયર સેકન્ડરી શાળામાં બની હતી. ઘટના કઈક એવી બની હતી કે, શાળાઓ ખુલી ત્યારે ધોરણ 11 અને 12 મા અભ્યાસ કરતી કેટલીક છોકરીઓ શનિવારે સામાન્ય કપડામાં શાળાએ પહોંચી હતી. આ અંગે નારાજગી વ્યક્ત કરતા શાળાના આચાર્ય રાધેશ્યામ માલવિયાએ જાહેરમાં વિદ્યાર્થિનીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. પ્રિન્સિપાલે નારાજગી સાથે એવી ટિપ્પણી કરી હતી કે, “આવતીકાલથી કપડાં વિના શાળાએ આવજો, છોકરાઓને તમે જ બગાડો છો.”

આ ઉપરાંત આચાર્ય દ્વારા બીજી અનેક પ્રકારની અપમાનજનક બાબતો પણ કહેવામાં આવી હતી એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આચાર્યની આ ટિપ્પણીઓથી રોષે ભરાયેલ શાળાની યુવતીઓએ એકત્રિત થઈને શાળાથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ આઇપીસીની કલમ 355 અને 509 સહિતનો ગુનો નોંધ્યો છે.

આ ઘટના સામે આવતા જ વિદ્યાર્થીનીઓના પરિવારના સભ્યો અને નેતાઓએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને આચાર્યને સસ્પેન્ડ કરવા અને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. શિક્ષક દિવસે આજે શિક્ષકોની જ્યાં પ્રશંસા થઈ રહી છે ત્યારે આવા શિક્ષકો ગુરુ-શિષ્ય ના સંબંધને કલંકિત કરી રહ્યા છે.

Read Also

Advertisement

The post બેશરમીની હદ પાર / શાળાના પ્રિન્સિપાલની એક ટિપ્પણીએ સર્જી દીધો મોટો હંગામો, શિક્ષક દિવસના રોજ મિલાવી શાળાની ઈજ્જત ધૂળમા… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next