Advertisement

મી ટૂ રિટર્ન: મોડલે બોલિવૂડમાં 9 મોટા માથાઓ વિરુદ્ધ નોંધાવી બળાત્કાર અને શોષણની ફરિયાદ, જૈકી ભગનાની પણ સંડોવાયો

10:20 AM Jun 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

એક મોડલ અને ગીતકાર મહિલાએ બોલિવૂડના 9 મોટા માથાઓ વિરુદ્ધ રેપ અને શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે. આ ખ્યાતનામ લોકોમાં પ્રોડ્યૂસર-એક્ટર જૈકી ભગનાની, ટેલેન્ટ મેનેઝમેન્ટ કંપની KWANના માલિક અનીરબન દાસ, બોલિવૂડ ફોટોગ્રાફર કોલ્સટન જૂલિયન, ટીસીરીઝના કિશન કુમાર સહિત 9 લોકોના નામ શામેલ છે.

મોડલનું કહેવુ છે કે, તેમણે 18 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી, જે 26 મેના જઈને આ ફરિયાદ લીધી છે. પોલીસનું કહેવુ છે કે, જ્યારે તપાસ કરી પુરાવા એકઠા કરવામાં આવે છે, ત્યારે કોઈ એક્શન લેવામાં આવશે.

જૈકી ભગનાનીએ કર્યુ મોલેસ્ટ

મોડલે પોતાની ફરિયાદ જે પ્રમાણે જણાવ્યુ છે તે રીતે જોઈએ તો, ભગનાનીએ તેને બાંદ્રામાં Molest કરી. પ્રોડ્યુસર અજીત ઠાકુરે તેની સાથે વિલે પારલેની એક બિલ્ડીંગમાં 2018માં રેપ કર્યો. નિખિલ કામતે સાંટા ક્રૂઝમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં અને શીલ ગુપ્તાએ અંધેરીની એક બિલ્ડીંગમાં મોલેસ્ટ કર્યુ હતું.

શું થશે ફિલ્મોનું

બોલિવૂડમાં જ્યારે મી ટૂ મૂવમેન્ટ ઝડપી બની હતી ત્યારે નાના પાટેકર, સાજિદ ખાન જેવા લોકોના નામ બહાર આવ્યા ત્યારે અક્ષય કુમારની હાઉસફૂલ 4માંથી આ બંનેને કલાકારની વિદાય થઈ ગઈ હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, બેલ બોટમ માટે અક્ષય કુમાર શું નિર્ણય કરે છે.

શું કહે છે બીજો પક્ષ

Advertisement

રેપ અને શારીરિક શોષણનો ચાર્જ લગાવ્યા બાદ બોલિવૂડ ફોટોગ્રાફર કોલ્સટન જૂલિયનના વકીલ એક નિવેદનમાં કહ્યુ છે કે આ તમામ આરોપો પાયાવિહોણા છે, એટલા માટે અમે તપાસમાં પુરતો સહયોગ કરીશું. તો વળી કોલ્સટનની ટીમ ઝડપથી આ મહિલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.

બ્લેકમેઈલ કરતી હતી

એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યુસર અજીત ઠાકુરે કહ્યુ હતુ કે, આ આરોપ એકદમ ખોટા છે. ઉલ્ટાનું આ મહિલા મોડલ બ્લોક મેઈલ કરતી હતી, જ્યારે તેની ચાલ સફળ ન થઈ તો ફરિયાદ કરી ડરાવવાની કોશિશ કરી છે.

READ ALSO

The post મી ટૂ રિટર્ન: મોડલે બોલિવૂડમાં 9 મોટા માથાઓ વિરુદ્ધ નોંધાવી બળાત્કાર અને શોષણની ફરિયાદ, જૈકી ભગનાની પણ સંડોવાયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next