Advertisement

ગુજરાત સતત પોતાના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યું છે, CM રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આપી તિરંગાને સલામી

09:44 AM Aug 15, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

આજે 75મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ છે ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આજે જૂનાગઢમાં ઉજવણી થઈ હતી. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે CM રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે, ‘જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે જીતવા માટે સરકારે વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી પોણા ચાર કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે અને દરરોજ પાંચ લાખ લોકોને વેક્સિનનો ડોઝ અપાય તેવી વ્યવસ્થા કરાઇ છે.’

કોરોનાકાળમાં પણ રાજ્યમાં વિકાસ અટક્યો નથી

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘કોરોનાકાળમાં પણ રાજ્યમાં વિકાસ અટક્યો નથી. રાજ્યમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધારતા જઈએ છીએ. દેશમાં સૌથી ઓછો બેરોજગાર દર ગુજરાતમાં છે. નવી ઈલેક્ટ્રિક પોલિસી, પ્રવાસન પોલિસી અને નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આપણે ઉત્તમથી સર્વોત્તમ બનવું છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે વિશ્વમાં સર્વોત્તમ હોય તે ગુજરાતમાં હોય તેવાં સંકલ્પો પ્રતિબદ્ધ કરવાના છે.’

અહીંયા 600 જવાનો પરેડમાં ભાગ લઇ વિવિધ કરતબો કરશે

અત્રે મહત્વનું છે કે, ગુજરાતમાં 75માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું જુનાગઢમાં આયોજન કરાયું છે. ત્યારે આ સંદર્ભે સુરક્ષાને ધ્યાને લઈ બે હજાર જેટલાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 600 જવાનો પરેડમાં ભાગ લઇ વિવિધ કરતબો કરશે. પોલીસ જવાનો ઘોડે સવારી, બાઈક સ્ટંટ સહિતના કરતબો નિદર્શન કરશે. ૭૫માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનગઢમાં કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ, શામળદાસ ગાંધી ટાઉન હોલ અને મકબરાને આકર્ષક રોશનીથી શણગારાઈ છે.

READ ALSO

The post ગુજરાત સતત પોતાના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યું છે, CM રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આપી તિરંગાને સલામી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next