Advertisement

રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ

01:57 PM Aug 02, 2021 | Harshad Patel |
Advertisement

GSTV

ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં અખંડ રામધૂનના જાપ શરૂ કરવામાં આવ્યા હતા. જે રામ નામના જાપ આજ પર્યંત અવિરત ચાલુ રહ્યા છે અને તેના આજે ૫૭ વર્ષ પૂર્ણ થયા છે અને ૫૮ વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે બાલા હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજા-મહાઆરતી- દર્શન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

૧ ઓગસ્ટ ૧૯૬૪ ના દિવસે પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા અખંડ રામધૂન ના જાપ શરૂ કરવામાં આવ્યા

જામનગરમાં લાખોટા તળાવની પાળે આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં તા.૧ ઓગસ્ટ ૧૯૬૪ ના દિવસે પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા અખંડ રામધૂન ના જાપ શરૂ કરવામાં આવ્યા હતા અને પુર હોનારત, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી સહિતની અનેક આપત્તિઓ આવી ગઇ હોવા છતાં અને હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ બાલા હનુમાનજીના મંદિરમાં અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રહ્યા છે.

અખંડ રામધૂનને આજે ૫૭ વર્ષ પૂર્ણ થયા

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મળી ચૂક્યું છે. અખંડ રામધૂનને આજે ૫૭ વર્ષ પૂર્ણ થયા છે અને ૫૮ વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આજે મંદિર પરિસરમાં વિશેષ પૂજા અને ૫૮ દીવડાની મહાઆરતી રાખવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન અનેક રામ ભક્તોએ મંદિર પરિસરમાં આવીને દર્શન કર્યા હતા અને અખંડ રામધૂનના જાપ માં પણ જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next