Advertisement

આજે છે જામનગરનો Birthday / 482 વર્ષમાં કર્યો પ્રવેશ, શહેરના રાજવી પરિવાર દ્વારા કરાયું ખાંભી પૂજન

03:13 PM Aug 15, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જામનગર શહેરએ આજે 481 વર્ષ પૂર્ણ થઇને 482 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ શહેરના રાજવી પરિવાર દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. જામનગરના સ્થાપનાકાળથી અહીં રમતગમત, કલા, શૌર્ય, વેપાર-ઉદ્યોગની અને કથાઓ વણાયેલી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હંમેશા જામનગરનો દબદબો રહ્યો છે.

જામનગરએ વિશ્વ વિખ્યાત ક્રિકેટર આપ્યાં

ક્રિકેટ બાબતે જામનગરનું નામ હંમેશા અવ્વલ દરજ્જા પર રહ્યું છે. ભારતમાં રમાતી રણજી ટ્રોફી તે જામનગરના રાજવી જામ રણજીતસિંહના નામે રમાય છે. આ ઉપરાંત જામનગરએ વિશ્વ વિખ્યાત ક્રિકેટર આપ્યાં છે. વિનુ માંકડ, સલીમ દુરાની, ઇન્દ્રજીતસિંહ, અજય જાડેજા અને હાલમાં રમતા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

જામ હરિ રાવલજીએ સૌરાષ્ટ્રના ભાગો જીતી લીધા હતાં. 999 ગામોને આ પ્રદેશનું નામ જાડેજા શાખના મૂળ પુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી હાલાર આપ્યું હતું. ત્યારથી આ પંથક હાલાર તરીકે ઓળખાય છે. જામનગરમાં તાંબા-પિત્તળના વાસણો, હાથસાળ કાપડ-વણાટ તેમજ બાંધણીનો ઉદ્યોગ 16મી સદીના અંતમાં શરૂ થયો હતો. ઇ.સ.1882માં નવાનગરમાં 150 વહાણ હતાં. હાલ રિલાયન્સ અને એસ્સાર પણ જામનગરના ગૌરવ સમાન છે.

READ ALSO

The post આજે છે જામનગરનો Birthday / 482 વર્ષમાં કર્યો પ્રવેશ, શહેરના રાજવી પરિવાર દ્વારા કરાયું ખાંભી પૂજન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next