Advertisement

સત્તાના શોખિન નેતાઓ: ગુજરાતની જનતાને મરતા મુકી મંત્રી બનવાના અભરખાં, ખુરશીની લાલચમાં ગાંધીનગર દોડી આવ્યા

08:52 AM Sep 16, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પ્રજાની સેવા કરવી છે તેવા વાંરવાર ઉદગારો ઉચ્ચારનારાં ભાજપના નેતાઓની સત્તાલોલુપતાની પોલ ઉઘાડી પડી છે કેમકે, એક બાજુ, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. પુર જેવી સ્થિતીને કારણે ઘરવખરી તણાઇ ગઇ છે. કોઇ પુછનાર નથી. આ સ્થિતીમાં મત વિસ્તારની જનતાને  ભગવાન ભરોસે છોડી ભાજપના ધારાસભ્યો રાજધાની ગાંધીનગરમાં મંત્રીપદ મેળવવા ટાંટિયાખેંચમાં વ્યસ્ત બન્યા છે.આ કારણોસર લોકો ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.જમનગર,  સોમનાથ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ૪૦ હજાર હેક્ટર જમીન ધોવાઇ ગઇ છે. ખેતીને લાખો રુપિયાનું નુકશાન થયુ છે. હજારો પશુધન વરસાદી પાણીમાં તણાયા છે. લોકોના ઝૂંપડા અને ઘરવખરીને નુકશાન પહોચ્યુ છે. ૮૦થી વધુ ગામડાઓમાં અંધારપટ છવાયો છે. લોકો વિજળી વિના અંધારામાં રાત ગુજારી રહ્યા છે. વરસાદી પાણીમાં રસ્તાઓને નુકશાન થતાં વાહન વ્યવહાર અટવાયો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લોકો સુધી પહોંચી શકી નથી. અસરગ્રસ્તો ફુડપેકેટો ખાઇને દિવસ પસાર કરી રહ્યા છે.આવી કરુણ પરિસ્થિતી સર્જાઇ છે ત્યારે લોકોમાંએ એવી ચર્ચા છેકે, દુ:ખના સમયે ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓ પ્રજા વચ્ચે જવુ જોઇએ. તેમના પડખે રહી સમસ્યા હલ કરવી જોઇએ. તેના બદલે ધારાસભ્યો મંત્રી બનવાની લાલચમાં ગાંધીનગર દોડયા છે.

કાર,બંગલો અને હોદ્દો મેળવવાની લ્હાયમાં ધારાસભ્યો મત વિસ્તારની દુખી જનતાને ય ભૂલ્યા છે. લોકોનુ કહેવુ છેકે, કપરા કાળમાં લોકોને ભગવાન ભરોસે છોડી ધારાસભ્યો મંત્રી બનવાની રાજકીય રમત રમવામાં વ્યસ્ત બન્યા છે. એ વાતની લોકોને ખાતરી થઇ ગઇ છેકે, ધારાસભ્યોને પ્રજા કરતાં સત્તાનો વધુ મોહ છે. એટલું જ નહીં,પ્રજાની સેવા કરવાની વાતો કરતાં ધારાસભ્યોની સત્તાલોલુપતાનો મતવિસ્તારની જનતાને ય ખ્યાલ આવી ગયો છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું, જીવ બચાવવા માટે લોકોની મથામણ

ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી. રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં ૪થી ૨૩ ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ ૧થી ૪ ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું છે.

Advertisement

 વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

રાજકોટ અને જામજોધપુર પંથકમાં ૩ મોટરકારો તણાતા ૩ વ્યક્તિઓના મોત નીપજ્યાનું અને ૨ લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સૃથાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને  સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે. વરસાદના પગલે રાજકોટ જામનગર, જેતપુર, કાલાવડ રોડ સહિત અનેક મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ,ગોંડલમાં ૧૭૦૦ સહિત હજારો લોકોનું સૃથળાંતર કરાયું હતું. 

જામજોધપુર તાલુકાના સમાણા ગામે કોઝવે પરથી પસાર થતી કાર લઈને ખરીદી માટે જઈ રહેલા દંપત્તિ કાર સાથે  પાણીમાં તણાતા મોત નીપજ્યાનું  સૂત્રોએ જણાવ્યું છે.

 જ્યારે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે કારખાને જઈ રહેલા કિશનભાઈ જમનાદાસ (રહે. યુનિ.રોડ તથા શ્યામગીરી મહેશગીરી અને સંજય ડાયાભાઈ બોરીચા નામના બે ડ્રાઈવર સાથે પોતાના પેલીકન કારખાને જઈ રહ્યા હતા ત્યારે ડોન્ડી નદીના પુલ પરથી આઈ-૧૦ કાર પૂલ પાસે પૂરમાં તણાતા એકને બચાવી લેવાયેલ છે જ્યારે કારખાનેદાર સહિત બે વ્યક્તિ અને કારનો રાત્રી સુધી પત્તો લાગ્યો નથી. જ્યારે રાજકોટ તાલુકાના ન્યારા ગામે રહેતા મણીબેન ગમારા નામના મહિલા કાગદડી ગામ પાસે કાર પાણીમાં તણાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. જ્યારે રાજકોટ નજીકના છાપરા,ખીરસરા ગામ પાસે પેલીકન નામના કારખાનેદારની આઈ-૧૦ કાર પાણીના પૂરમાં તણાતા તેના વિડીયો વાયરલ થયા હતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર એક વ્યક્તિને બચાવી લેવાઈ છે જ્યારે અન્ય બેની આજે રાત્રિ સુધી હજુ પત્તો લાગ્યો નથી. 

જામનગર, જામજોધપુર અને કાલાવડના પચીસેક ગામોમાં બારે મેઘ ખાંગા થઈને ૨૨થી ૨૫ ઈંચ વરસાદ  વરસી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું છે. સત્તાવાર સૂત્રો અનુસાર જિલ્લાના જામનગર શહેરમાં ૬ ઈંચ, કાલાવડમાં સૌથી વધુ ૧૫ ઈંચ, ધ્રોલમાં ૮ ઈંચ, જોડિયા તાલુકામાં ૬.૫૦ ઈંચ, જામજોધપુરમાં ૪ ઈંચ,  લાલપુરમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જિલ્લાના મોંડા, બાંગા, અલિયાબાડા, ઘુડશિયા, શેખપાટ, કુન્નડ વગેરે ગામોમાં એરફોર્સે વરસતા ધોધમાર વરસાદ વચ્ચે જઈને હેલિકોપ્ટરથી ૪૩ લોકોના જીવ ઉગાર્યા હતા. જામનગર તાલુકાના જામવંથલી, ચાવડા ગામે અને ધુડશિયા ગામે ૨ એસ.ટી. બસો ફસાઈ જતા બસને સલામત સૃથળે ખસેડાઈ હતી.જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી તથા શહેરના માર્ગો પર અટવાતું વરસાદી પાણી અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. 

રાજકોટ જિલ્લામાં લોિધકામાં ૧૮ કલાકમાં ૨૩ ઈંચ ધોધમાર વરસાદથી માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા હતા. લોિધકા તાલુકાના ખીરસરા ,છાપરા પાસે રાજકોટ-કાલાવડ રોડ પર માર્ગો પર ધસમસતા પાણીમાંકારથી માંડીને કાલાવડ રોડ પર ટ્રક સહિતના અસંખ્ય વાહનો ં તણાયા હતા. જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં ૧૦, ધોરાજી તાલુકામાં ૧૨ ઈંચ, ગોંડલમાં ૧૦, ઉપલેટા ૮ ઈંચ, જામકડોરણા ૬ ઈંચ, જેતપુરમાં ૩ ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં રાજકોટનો ન્યારી-૧ ઉપરાંત ગોંડલનું વેરી તળાવ, ઉપલેટાનો મોજ ડેમ, પડધરી પાસે આજી-૩, ડોંડી, ખોડાપીપર સહિતના જળાશયો, વેણુ-૨ વગેરે ડેમો ઓવરફ્લો થયા છે.  જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટઅને ૧૫ તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ હતી. રાજકોટમાં ૧૩૫૫, ગોંડલમાં ૨૫૦ સહિત જિલ્લામાં ૩ હજારથી વધુ લોકોનું સૃથળાંતર કરાયું હતું. 

જુનાગઢ જિલ્લામાં ગીરનાર અને દાતાર પર્વત પર ૧૮ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વિસાવદર ૧૭ ઈંચ, જુનાગઢમાં ૭ ઈંચ, માળિયાહાટીના,મેંદરડા, કેશોદમાં ૪,  ભેંસાણ, વંથલી અને માણાવદર તાલુકામાં ૫ ઈંચ અને માંગરોળમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણીના પૂર આવ્યા હતા. વિલિગ્ડન, આણંદપુર, હસનાપુર, નરસિંહ તળાવ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. વહીવટીતંત્રએ ભારે વરસાદના પગલે દામોદાર કુંડ , વિલિગ્ડન ડેમ પર જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. 

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આૃર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં દોઢ અને હળવદમાં અર્દો ઈંચ, અમરેલી જિલ્લાના વડીયા ૪ ઈંચ, બગસરા ૨ ઈંચ જ્યારે લિલીયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા , જાફરાબાદ તાલુકામાં આૃર્ધાથી એક ઈંચ, પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ અને રાણાવાવ તથા પોરબંદરમાં એક ઈંચ વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી એકંદરે ખુશીની લહેર છવાઈ છે. 

READ ALSO

The post સત્તાના શોખિન નેતાઓ: ગુજરાતની જનતાને મરતા મુકી મંત્રી બનવાના અભરખાં, ખુરશીની લાલચમાં ગાંધીનગર દોડી આવ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next