Advertisement

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

09:44 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં  ૩૫ પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આ સાથે જ ગુજરાતના ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ૧૦૫ રૃપિયાને પાર થઇ ગયો છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં જ  છે. ભાવનગરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૫.૫૧ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૫.૦૨ રૃપિયા થઇ ગયો છે. 

આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૬.૮૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૫.૬૨ રૃપિયા થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૨.૭૮  રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૩.૬૩  રૃપિયા થઇ ગયો છે. ગુજરાતના શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૫૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૩.૦૨ રૃપિયા થઇ ગયો છે. 

ભુજમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૫૪ રૃપિયા અને ડીઝલનો ભાવ ૧૦૨.૯૯ રૃપિયા, રાજકોટમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૨૧ રૃપિયા અને ડીઝલનો ભાવ ૧૦૨.૭૩ રૃપિયા થઇ ગયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૦૪ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૨.૫૩ રૃપિયા થઇ ગયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૩૬ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૨.૮૯ રૃપિયા થઇ ગયો છે. 

 સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.  ૧૮ અને ૧૯ ઓક્ટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો દર અલગ હોવાથી તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જોવા મળે છે. 

ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

READ ALSO

The post હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next