Advertisement

ઈન્ડિયાની બેસ્ટ હોટેલ/ આ છે ભારતની 15 બેસ્ટ હોટેલ, આલિશાન મહેલ જેવી સુવિધા, સુંદર નજારો, એક દિવસનું આટલુ છે ભાડૂ

11:58 AM Oct 12, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ટ્રાવેલ મેગઝીન કોન્ડ નાસ્ટે વર્ષ 2021 માટે રીડર્સ ચોઈસ એવોર્ડનું લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં એશિયા અને ભારત સહિત કેટલાય દેશોની બેસ્ટ હોટેલ અને રિઝોર્ટના નામ જાહેર કર્યા છે. આ રેકીંગ આલિશાન હોટેલ્સની સુવિધાઓ અને કસ્ટમર સર્વિસ પર આધારિત છે. તો આવો જાણીએ ભારતની બેસ્ટ હોટલ્સની યાદીમાં કઈ કઈ હોટેલનું નામ શામેલ છે અને તેની ખાસિયત શું છે.

આ લિસ્ટમાં જયપુર રામગઢ પેલેસ 93.46 સ્કોર સાથે દશમા નંબરે છે. આ હોટેલ દેખાવમાં એકદમ રાજા-મહારાજાની હવેલી જેવી દેખાઈ છે. તેમાં લક્ઝૂરી રૂમ ઉપરાંત રોયલ ગેસ્ટ હાઉસ અને શાનદાર લોઝ પણ આવેલી છે. વેડીંગ ડેસ્ટિનેશન અને બિઝનેસ ઈવેન્ટ માટે આ જયપુરની સૌથી રોયલ ક્લાસ જગ્યા છે. તેના ગાર્ડન વ્યૂઝ રૂમમાં એક રાત રોકાવાનું ભાડૂ લગભગ 31,000 રૂપિયાથી શરૂઆત થાય છે.

આ યાદીમાં નવમાં સ્થાને ઉદયપુરની દ ઓબેરોય ઉદયવિલાસને મળ્યુ છે. આ રોયલ ક્લાસ હોટેલનો સ્કોર 95.07 છે. આ હોટેલ પિછોલા તળાવના કિનારે બનેલી છે. તેના 30 એકરમાં ફેલાયેલા હર્યાભર્યા પરિસર, લક્ઝૂરી સ્વિમીંગ પૂલ, સ્પા અને શાનદાર ઝરણાંનો નજારો હોટેલની સુંદરતા વર્ણવે છે. આ હોટેલના પ્રીમિયમ રૂમમાં એક રાત રોકાવાનું ભાડૂ લગભગ 33,000 રૂપિયા છે.

આઠમા નંબરે મુંબઈની દ તાજ પેલેસનું નામ છે, જેનોસ્કોર 96.68 છે. હોટેલમાં 9 આઈકોનિક રેસ્ટોરંટ અને બાર છે. તેના લક્ઝૂરી રૂમમાં સમુદ્રનો અદ્ભૂત નજારો જોવા મળે છે. તેના રૂમમાં રોકાયા બાદ આપને તેની લક્ઝૂરી ક્લાસનો અનુભવ થશે. આ હોટલમાં એક રાત રોકાવાનું ભાડૂ લગભગ 16,000 રૂપિયા છે.

Advertisement

ખ્યાતનામ હોટેલોના લિસ્ટમાં દિલ્હીની તાજ પેલેસનું નામ પણ છે. તાજ પેલેસનો સ્કોર 98.06 છે. સુપર લક્ઝૂરી ડાઈનીંગ ઉપરાંત અહીં રોકાવા માટે આપને તમામ સુવિધાઓથી લેસ સુપીરિયર, ડીલક્સ અને લક્ઝૂરી રૂમ મળશે. આ હોટેલમાં એક રાત રોકાવાનું ભાડૂ લગભગ 6000 રૂપિયા છે.

છ નંબર પર જૈસલમૈરના સૂર્યગઢ હોટેલનો છે. જેને લિસ્ટમાં 98.29 સ્કોર આપવામાં આવ્યો છે.પોતાની શાનદાર ઈમારતના કારણે સૂર્યગઢ હોટલ ખૂબ જ ફેમસ છે. ડેસ્ટિનેશન વેડીંગના કારણે આ હોટેલય દેશ અને દુનિયામાં વખણાય છે. કોઈ કિલ્લા માફક દેખાતી આ હોટલમાં ખ્યાતનામ હસ્તીઓ પણ આવી ચુકી છે. આ હોટેલમાં એક રાત રોકાવાનું ભાડૂ 12,500 રૂપિયા છે.

જયપુરના રાજમહેલ પેલેસને પાંચમું સ્થાન મળ્યું છે. આ હોટલનો સ્કોર 98.29 છે. આ હોટલ તેના અદ્ભુત રૂમ, સુંદર બગીચો અને શાહી શૈલીના સ્વિમિંગ પુલ માટે ખૂબ પ્રખ્યાત છે. આ રોયલ ક્લાસ હોટલમાં એક દિવસના રોકાણનું ભાડું આશરે 45,000 રૂપિયા છે.

દિલ્હીની લોધી હોટલ ચોથા નંબરે છે. પોશ લોકેશનમાં આવેલી આ હોટેલનો સ્કોર 98.32 છે. લોધી ગાર્ડન પાસે બનેલી આ હોટલ તેની વૈભવી મિલકત માટે પ્રખ્યાત છે. અહીં તમને શહેરના શ્રેષ્ઠ ડાઇનિંગ સીન જોવા મળશે. આ હોટલમાં એક રાત રોકાવાનું પ્રારંભિક ભાડું આશરે 15,000 રૂપિયા છે.

આ યાદીમાં દિલ્હીની ઓબેરોય હોટલ ત્રીજા સ્થાને રહી છે. ઓબેરોય હોટલ 98.41 ના સ્કોર સાથે ભારતની ત્રીજી સૌથી વૈભવી હોટલ બની છે. આ પ્રખ્યાત હોટેલમાં વૈભવી રૂમ, સુંદર બગીચા સહિત ઘણી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેના પ્રીમિયમ રૂમમાં એક દિવસના રોકાણનું ભાડું આશરે 21,000 રૂપિયા છે.

બીજા સ્થાને ઉદયપુર (રાજસ્થાન) માં તાજ લેક પેલેસ હોટલ છે. આ હોટલ 98.41 ના સ્કોર સાથે બીજા સ્થાને છે. ઉદયપુરની આ શાહી હોટલ એક તળાવની વચ્ચે જ બનાવવામાં આવી છે. તેનો મહેલ, વૈભવી અને રોયલ શયનખંડ તળાવના અદભૂત દૃશ્યો ધરાવે છે. આ હોટલમાં એક દિવસના રોકાણ માટે તમારે લગભગ 40,000 રૂપિયા ચૂકવવા પડશે.

ભારતની શ્રેષ્ઠ હોટલોની આ યાદીમાં તાજ ફતેહ પ્રકાશ પેલેસ (ઉદયપુર) 11 મો, રાશ જોધપુર 12 મો, ઉમેદ ભવન પેલેસ (જોધપુર) 13 મો, ધ ઓબેરોય અમરવિલાસ (આગ્રા) 14 મો અને જેડબલ્યુ મેરિયોટ (મુંબઈ) 15 મો ક્રમાંક ધરાવે છે. સ્થાન.

READ ALSO

The post ઈન્ડિયાની બેસ્ટ હોટેલ/ આ છે ભારતની 15 બેસ્ટ હોટેલ, આલિશાન મહેલ જેવી સુવિધા, સુંદર નજારો, એક દિવસનું આટલુ છે ભાડૂ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next