Advertisement

ઘઉં ખરીદીનો પ્રારંભ છતાં ખેડૂતો નિરૂત્સાહી: આ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં માટે 6955 રજિસ્ટ્રેશન સામે 1159 ખેડૂતો આવ્યા

08:48 AM May 26, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં ગામડાઓમાં વધુ સંક્રમણ પ્રસરતા ગ્રામજનોમાં વધુ ફફડાટ વ્યાપ્યો હતો.છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસ ઘટયા છે.પરંતુ તેઓની ખેત પેદાશ વેચવા કે અન્ય ગ્રામજનો બજારોમાં ખરીદી માટે જોવા મળતા નથી. જિલ્લામાં નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી પુનઃ શરૂ કર્યા ના બે દિવસમાં મેસેજ કરી બોલાવવા છતાં હજુ નોંધપાત્ર રીતે ખેડૂતો ઘઉં વેચવા આવ્યા નથી.

આગામી દિવસોમાં ખરીદ સેન્ટરો અને યાર્ડોમાં ખેત પેદાશોની આવક છલકાશે

 જયારે જિલ્લાના માર્કેટયાર્ડો માં પણ ખેત પેદાશોની આવક સામાન્ય દિવસો કરતા હાલ ઓછી જોવા મળી રહે છે.પરંતુ હવે ચોમાસુ માથા ઉપર મંડરાઈ રહયું છે ત્યારે આગામી દિવસોમાં ખરીદ સેન્ટરો અને યાર્ડોમાં ખેત પેદાશોની આવક છલકાશે એમ મનાઈ રહયું છે.

અરવલ્લી જિલ્લામાં હાલ ટેકાના ભાવે ઘઉં ખરીદવા પુરવઠા નિગમ દ્વારા ૮ કેન્દ્રો શરૂ કરાયા છે,ઘઉં ખરીદીને લઈ હાથ ધરાયેલ રજીસ્ટ્રેશન  દરમ્યાન જિલ્લાના ૬૯૫૫ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવાયું હતું અને ૧૬ માર્ચથી ખરીદી પણ શરૂ કરાઈ હતી.પરંતુ કોરોના સંક્રમણનો વ્યાપ વધતા તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સેન્ટરો ઉપરની ખરીદી જ બંધ કરી દેવાઈ હતી. છેલ્લા બે દિવસથી નિગમના સેન્ટરો ઉપર ઘઉં ખરીદી હાથ ધરાઈ છે, પરંતુ દરેક સેન્ટરો ઉપર હાલ રોજના ૫ એમએમએસ કરવા છતાં ખેડૂતો માલ વેચવા આવતા નથી.પ્રથમ દિવસે એકપણ ખેડૂત જિલ્લાના સેન્ટરો ઉપર ઘઉં વેચવા આવ્યો ન હતો. જિલ્લામાં ૬૯૫૫ ના રજીસ્ટ્રેશન સામે અત્યાર સુધીમાં ૧૧૬૯ ખેડૂતો જ ઘઉં વેચવા આવ્યા છે,હજુ ૫૭૮૬ ખેડૂતો પાસે થી ૩૦ જુન સુધીમાં ઘઉં ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજય પુરવઠા નિગમ દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦૪૮૯ કવીન્ટલ ઘઉં ૧૧૬૯ ખેડૂતો પાસે થી ખરીદાયા છે અને ૧૧૫૬ ખેડૂતોને રૂ.૯,૮૩,૦૧૬૭૫ નું પેમેન્ટ ચૂકવી દેવાયું છે.

હવે નજીકના દિવસોમાં ચોમાસાના પ્રારંભની અને હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીઓ કરાઈ રહી છે.ત્યારે ખેડૂતો વરસાદ પૂર્વે  અને ચોમાસુ વાવેતર પૂર્વે પોતાની ખેત પેદાશો વેચવા ખરીદ સેન્ટરો ને માર્કેટયાર્ડોમાં ઉમટી પડશે એમ મનાઈ રહયું છે.

કોરોનાનો ખતરો અને ધિરાણ ચૂકવણીમાં રાહતથી ખેત પેદાશ વેચાણની ઉતાવળ નથી

Advertisement

કોરોના સંક્રમણની બીજી લહેરમાં ગામડાઓમાં સંક્રમણ મોટાપ્રમાણમાં વ્યાપ્યું છે,ગ્રામજનો આ મહામારી સામે ફફડી ઉઠયા છે તેથી મોટાભાગ ના ખેડૂતો,ગ્રામજનો શહેરોમાં જતાં ભય અનુભવી રહયા છે.કોરોના સંક્રમણનો ખતરો અને બીજી તરફ હાલ સરકાર દ્વારા ખેત ધિરાણ મુદ્દત લંબાવાતાં  પોતાની ખેત પેદાશ વેચવાની ઉતાવળ જોવા મળતી નથી એમ જાણકારો જણાવી રહયા છે.

જિલ્લામાં ૧૬૪૪૬૨ ક્વિન્ટલ મગફળી અને ૨૫૨૧૮ ક્વિન્ટલ ચણાની ખરીદી પૂર્ણ

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં નાફેડ અને પુરવઠા નિગમ દ્વારા ૯૮૬૪ ખેડૂતો પાસે થી ૧,૬૪,૪૬૨ કવીન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદાઈ છે અને આ તમામ ખેડૂતોને ચૂકવવા પાત્ર રૂ.૮૬,૭૫,૪૧,૫૩૩ નું પેમેન્ટ પુરે પુરૂ ચુકવી દેવાયું છે.જયારે ૪૩૬૬ ચણા રજીસ્ટ્રેશન સામે ૨૭૩૬ ખેડૂત જ ચણા વેચવા આવતાં ૨૫૨૧૮ કવીન્ટલ ચણા ખરીદી રૂ.૧૨ કરોડથી વધુનું પેમેન્ટ ચુકવાયું છે.

Read Also

The post ઘઉં ખરીદીનો પ્રારંભ છતાં ખેડૂતો નિરૂત્સાહી: આ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં માટે 6955 રજિસ્ટ્રેશન સામે 1159 ખેડૂતો આવ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next