Advertisement

Good News / આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ પણ ભણશે અંગ્રેજી માધ્યમ શાળામાં, રાજ્ય સરકાર શરૂ કરી શકે છે નવી 100 સ્કૂલો

10:57 PM Oct 28, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

આજે દરેક વ્યક્તિ પોતાના બાળકોને ઇંગ્લીશ મીડિયમની સ્કૂલમાં ભણાવવાની ઇચ્છા રાખે છે, તેના કારણે રાજ્યમાં ઘણી નવી ઇંગ્લીશ મીડિયમની સ્કૂલો ખુલી રહી છે. પ્રાઇવેટ ઇંગ્લીશ સ્કૂલમાં લોકોના વધતા રસને કારણે સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોની સંખ્યા પર પણ અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને અને બાળકોના ફાયદા માટે સરકાર 100 ઇંગ્લીશ મીડિયમન સ્કૂલો ખોલવાનું આયોજન કરી રહી છે.

અહેવાલો અનુસાર સરકાર આ નવી સ્કૂલોમાં જિલ્લા અને તાલુકા સ્તરે ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને નવી સ્કૂલો શરૂ કરાશે. રાજ્યમાં ઇંગ્લીશ મીડિયમ માટે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ અરજીઓ મળી છે. જ્યાં 12 સ્કૂલો માટે અરજી મળી છે. તેના પછી મહેસાણા 7 અને ડાંગ માટે 6 ઇંગ્લીશ મીડિયમ સ્કૂલોની અરજી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ અને સુરત માટે પણ ત્રણ-ત્રણ સ્કૂલો માટે અરજીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 106 ઇંગ્લીશ મીડિયા સ્કૂલોમાંથી 56 સ્કૂલો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાગરિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

એક શિક્ષક મુજબ ઘણા વિદ્યાર્થી એવા છે, જેમને ઇંગ્લીશ મીડિયમની સ્કૂલમાં એડમિશન લેવું હતું, પરંતુ સ્કૂલની અછતના કારણે સ્કૂલના અભાવે તેમને ગુજરાતી મીડિયમમાં એડમિશન લેવાની ફરજ પડી. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના મહામારી શરૂ થયા પછીથી અંદાજે 5 લાખ વિદ્યાર્થીઓએ અંગત કારણસર શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લીધુ હતુ.

Read Also

The post Good News / આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ પણ ભણશે અંગ્રેજી માધ્યમ શાળામાં, રાજ્ય સરકાર શરૂ કરી શકે છે નવી 100 સ્કૂલો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next