Advertisement

ભારતમાં અત્યાર સુધી આટલા કરોડ લાભાર્થીઓને અપાઇ કોરોના વેક્સીન: મોદી સરકારે જાહેર કર્યા આંકડા

08:21 AM Feb 21, 2021 | Bansari |
Advertisement

GSTV

ભારતમાં હવે કોરોના વેક્સિનની 1 કરોડ 8 લાખથી વધુનો ડોઝ લોકોને આપવામાં આવી ચુક્યો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે આ બાબતની જાણકારી આપી, મંત્રાલયે જણાવ્યું કે શનિવારે રસીનો 1.86 ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ મનદિપ ભંડારીએ કહ્યું અત્યાર સુધીમાં 1 કરોડ 8 લાખ 38 હજાર 323 ડોઝ (1,08,38,323) માં 72,26,653 ડોઝ આરોગ્ય કર્મીઓ અને 36,11,670 ડોઝ ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સને આપવામાં આવી છે, જેનું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું, તેમણે કહ્યું કે રસીનાં 70,52,845 ડોઝમાં 63,52,713 ડોઝ આરોગ્ય કર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી જ્યારે 8,73,940 આરોગ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો.

શનિવાર સાંજે છ વાગ્યા સુધી 1,86,081 લાભાર્થીઓને રસી અપાઇ

શનિવાર સાંજે છ વાગ્યા સુધી 1,86,081 લાભાર્થીઓને રસી લગાવવામાં આવી, તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 43 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવાની જરૂર પડી, જેમાંથી 26 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જ્યારે એક હાલ સારવાર લઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે જણાને દાખલ કરવામાં આવ્યા છે, કુલ 37 લોકોની મોત થઇ છે, જેમાં 16 લોકોનું મોત હોસ્પિટલમાં જ્યારે 21 દર્દીનું મોત બહાર થયું છે.

રસીકરણ બાદ વધુ ત્રણ લોકોનાં મોતનો કેસ બહાર આવ્યો છે, તેમાં એક કેરળ નિવાસી 51 વર્ષીય મહિલા છે, તો બીજી વ્યક્તિ કર્ણાટકની છે, રસી લગાવ્યાનાં 9 દિવસ બાદ 56 વર્ષીય વ્યક્તિનું મોત થયું, જો કે તેમનુ મોત અન્ય કારણથી થયું છે, મણિપુરમાં પણ રસી લગાવ્યા બાદ 44 વર્ષીય મહિલાનું મોત થઇ ગયું, જો કે તેના પોસ્ટમોર્ટમની રાહ જોવાઇ રહી છે.

Read Also

The post ભારતમાં અત્યાર સુધી આટલા કરોડ લાભાર્થીઓને અપાઇ કોરોના વેક્સીન: મોદી સરકારે જાહેર કર્યા આંકડા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next