Advertisement

મોડાસામાં નેકીની દિવાલ ! : જરૂર હોય તો લઇ જાવ, વધારે હોય તો મૂકી જાવ…

12:29 PM Jan 28, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

તમે અત્યાર સુધી અનેક પ્રકારની દીવાલો જોઈ હશે. પણ અરવલ્લીના મોડાસા ખાતે એક અલગ જ પ્રકારની દિવાલ આવેલી છે. આ દિવાલ છે નેકીની દિવાલ. હા કદાચ આપને પણ નવાઈ થશે. પરંતુ આ નેકીની દિવાલ લોકોને જોડે છે.

મોડાસા ખાતે કોલેજ રોડ વિસ્તારમાં એક એવી અનોખી દીવાલ બનાવવામાં આવી છે. જે ન કોઈના ઘરની છે કે દુકાનની. પણ આ દીવાલ છે નેકીની. જેના પર જરૂરિયાત મંદો માટે લોકો વસ્તુ મુકી જાય છે. કોલેજ રોડ ગ્રુપના યુવાનો ધ્વારા “નેકી કી દીવાલ” બનાવવામાં આવી છે. “જરૂર હોય તો લઇ જાઓ,વધારે હોય તો મૂકી જાવ”. આ વાક્ય લખાયુ છે. અને તે પ્રમાણે જ લોકો બિનજરૂરી કપડા હોય તે  અહી દિવાલ પર લટકાવીને જાય છે અને જેને જૂતા-ચપ્પલની જરૂર નથી તે પણ અહી મૂકી જાય છે. ત્યારે રાત્રી દરમિયાન જરૂરરિયાત મંદ ગરીબ લોકો કપડા વગેરે લઇ જાય છે.

અરવલ્લી જીલ્લામાં પ્રથમ વખત ઉભા કરાયેલા આ અભિગમ બાબતે સ્થાનિક લોકો યુવાનોના પ્રયાસની સરાહના કરી રહ્યા છે. અને તે ગુપ્ત દાન તરીકે પણ મદદરૂપ થઈ રહી છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો દીવાલ બે મકાન, દેશ કે સરહદ પર હશે. અને ક્યારેક એક દિવાલ ઝઘડાનું કારણ પણ બનતી હોય છે. ત્યારે મોડાસાની નેકીની દિવાલ જરૂરીયાત મંદ માટે ઉપયોગી થઈ રહી છે.

The post મોડાસામાં નેકીની દિવાલ ! : જરૂર હોય તો લઇ જાવ, વધારે હોય તો મૂકી જાવ… appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next