Advertisement

પાલનપુરમાં આવેલી લડબી નદી લુપ્ત થવાના આરે

04:12 PM Aug 01, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠાના પાલપુરમાં આવેલી લડબી નદી લુપ્ત થવાના આરે છે. નદીની સ્થિતિ આજે એવી છે કે, નદી નદી મટીને નર્કાગાર બની છે. એક સમયે પાલનપુર શહેરના મધ્યભાગમાંથી પસાર થતી લડબી નદી આજે નાળુ બની ગઈ છે.

પાલનપુર શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતી લડબી નદી આજે નામશેષ થવાના આરે છે. નદી બે ભાગમાં વેંચાઈને પાલનપુર શહેરમાં વહેતી હતી. જોકે, વહીવટી તંત્રના પાપે આજે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. જેથી નદી નદી મટીને નાળુ બની ગઈ છે. લડબીમાં આજે શહેરનું ગંદુ પાણી ઠાલવવામાં  આવે છે. જેથી નદીમાં મોટા પ્રમાણમાં ગંદકીના દર્શન થાય  છે. પાલિકા દ્વારા લડબી નદીના પટમાં મોટા પ્રમાણમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. જેથી નદીની પહોળાઈ માત્ર ૧૦ ફૂટ રહી ગઈ છે.  નદીના પટમાં મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામોના દબાણના કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. શહેરની કેટલીક જગ્યા એવી છે જ્યાં નદીમાં મોટા પ્રમાણમાં ગંદકી ઠાલવવામાં આવે છે.

બિલ્ડર અને ભૂમાફિયાઓને ફાયદો કરાવવા કરોડોનો ભ્રષ્ટાચાર કરીને નદીને લુપ્ત કરાઈ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. ત્યારે પાલનપુરની લડબી નદીને ફરીવાર ઓળખ અપાવવા માટે સ્થાનિક લોકો અવાજ ઉઠાવી રહ્યા છે.

Advertisement

The post પાલનપુરમાં આવેલી લડબી નદી લુપ્ત થવાના આરે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next